લાગણીઓ નું અનલોક....

મકાન માં રહેતા દરેક વ્યક્તિના મન માં શું ચાલે છે એ જો પરિવાર ની અન્ય વ્યક્તિ ને ખબર પડી જતી હોત તો કદાચ મકાન "ઘર" માં બદલાય જતા વાર ના લાગત. કેમ એવું થતું હશે કે ઘર માં વ્યક્તિ જયારે હાજરાહજૂર આપણી સમક્ષ હોઈ છે ત્યારે આપણા મન માં એ વ્યક્તિ ની ભૂલો, વ્યક્તિ સાથે ભૂતકાળ માં થયેલા કોઈક અણબનાવ અથવા કોઈને લાગેલુ ખોટું, અથવા તો એ વ્યક્તિ સાથે ક્યારેય ચોખવટ ને કરેલી બાબતો ઉપર ની આપની ભ્રમણઆ ઓ ને એવી પૂર્વ ધારણાઓ કે બીજા સાથે વાત કરે છે પણ મારી સાથે નથી કરતા અથવા એમને મારી સાથે વાત કરવી જ નહી ગમતી હોઈ વિગેરે વિગેરે આ અને આવું ઘણું બધું આપણા માનસપટ પર સતત રહેતું હશે????

અને જયારે એ વ્યકિતે "છે" માંથી "હતી" થઇ જાય ત્યારે આપણે એને યાદ કરી ને એજ વ્તક્યિ ની સારી વાતો કરીએ અથવા એ વ્યક્તિ જ આપણા માટે ઘણી વિશેષ હતી એવું સતત બધા ને દેખાડયા કરીએ..અને કદાચ એ વ્યક્તિ સાથે ન બોલેલી વાતો નો ડૂમો હૃદય માં રહી જાય. પછી નીકળતા જુના ફોટા ના આલ્બમ ને જૂની વસ્તુ ઓની માવજત અને ઘણું બધું ...ત્યારેજ આપણને આપણી જતી રહેલી વ્યક્તિ ની યાદ આપણ ને પાગલ બનાવી દે છે.

ફેમીલી કોર્ટ ના કેસ જયારે જયારે લડવાની ઘડી આવતી ને આ મુદ્દો મને સતત સતાવતો કે કેમ જો આપણી વ્યક્તિ ને આપણી માનતા હોઈએ તો આપણે મન ને હલકું ના કરી શકીએ એને એ વાતો કહી ને, અથવા આપણી અપેક્ષાઓ ની આપણે જાણ ના કરી શકીએ અથવા આપણે એમને શું ખોટું લાગ્યું છે એમનાથી, એ ના કહી શકીએ ? કેમ? કદાચ આપણને ખુદ ને જ નથી ખબર હોતી કે આપણને કઈ વાતનું ખોટું લાગ્યું છે. કદાચ આપણને એ બી નથી ખબર હોતી કે એ વ્યક્તિ તો ખાલી નિમિત જ બની હોઈ શકે આપણા અસફળ થયેલા કાર્ય માં...

  • કેમ આપણે રોજ જ એ અણગમતા વિચારો ને વારંવાર મન માં સંઘરી રાખીએ છીએ?
  • કેમ આપણે રોજ જ એ અણગમતી મન ના વહેમ ને મન માં પોષણ આપીએ છીએ?
  • કેમ આપણે રોજ જ એઆ વ્યક્તિઓ ને સાથે રેહતા હોવા છતાં એટલા દૂર કરી દઈએ છીએ
  • કેમ આપણે એકજ વાર માં આપણી અન્દર રહેલી એજ લાગણીઓ ની નિકાલ નથી કરી શકતા??
  • કેમ અઆપણને એ વ્યક્તિઓ નો પ્રેમ - જે કદાચ અનવર્ણવેલો જ રહી ગયો હોઈ શકે એ નો લ્હાવો નથી લેવો હોતો?
  • કેમ અઆપણને એ વ્યક્તિઓ ઓ જીવીત હોઈ ત્યારે જ ખોટી લગતી હોઈ છે અને જતી રહે પછી એજ વ્યક્તિઓ અચાનક સારી લાગવા લાગે છે????
આ સમય છે પોતાના લોકો સાથે થયેલા જુના , વર્ષો જુના, ખુબ વર્ષો જુના અણબનાવને કહી દઈ, કહી ને ના આવડે તો લખી ને, લખી ને ના આવડે તો રેકોર્ડ કરીને અથવા sms કરી ને મન હલકું કરવાનો સમય છે. ઘણી વખત એ આપણા માં તાકાત નથી હોતી આપણી લાગણી ઓ ને અનલોક કરીને મજા લેવાની. ઘણી વખત આપણે આજુબાજુ ના બાહ્ય વિચારો થી એટલા પ્રભાવિત થતા હોઈએ છીએ કે ઘર ની અંદર ની વ્યક્તિઓ જે આપણું ધ્યાન રાખતી હોઈ છે એ નજર સમક્ષ આવતું જ નથી....

આ બંધ બારણે થતી મન ની ગડમથલ માં આપણે પોતે જ અને પોતે જ જે હેરાન થતા હોઈએ છીએ, સામી વ્યક્તિ પાસે ચોખવટ કરીને ઝઘડી પડવાની તાકાત પણ આપણા માં નથી હોતી અને એટલેજ આપણી રોગપ્રતિકારક શક્તિ નબળી પડતી જાય છે અને આપણા શરીર માં રોગ ઘર કરી જાય છે.....

ઘણા સમય થી આના વિષે વિચારતી ને અચાનક એક દોસ્ત ને વાત ની વાત માંથી લાગ્યું કે જો આપણી જ વ્યક્તિઓ ને આપણે કહી જ ના શકતા હોઈએ તો પછી ક્યાં તો એ સંબંધ માં આપણા પના નો અભાવ છે અથવા આપણે આપણી લાગણી ઓ ને બરોબર ઓળખતા નથી અને ક્યાં તો આપણે આપણા વિચારો ની ગુલામી માંથી આઝાદ થવામાં નાકામયાબ થયા છે...

  • કેમ કોઈ બાળક ને નાનપણ થી આવી બહાદુરી નથી શીખવાડતી હોઈ શિક્ષણવ્યવસ્થા?
  • કેમ કોઈ કોલેજ જતા વિદ્યાથી ઓને કોઈ કોલેજ એમ નથી ભણાવતી કે નોકરી કરીને જયારે ઘરે પહોચો ત્યારે ઘર ની વ્યક્તિઓ ઉપર ગુસ્સો ને રોફ જમાવવા કરતા બે ઘડી એની સાથે બેસીને એનો દિવસ કેવો ગયો એ પૂછવાની training કેમ નહી અપાતી હોઈ? કેમ કોઈ સાસરે જતી દીકરી ને "કાંક ખોટું લાગે તો શાંતિ થી કહીને વાત વ્યક્ત કરવી, પોતાની ભૂલ હોઈ તો નમ્રપણે સ્વીકારી ને પણ મનમાં મૂંઝાવું નહિ એવું કોઈ માં-બાપ નહિ શીખવતું હોઈ?
  • કેમ કોઈ દાદા દાદી એમના પૌત્રો ને એમ નહિ કહેતા હોઈ કે પરણીને જયારે વહુ લાવે ત્યારે આપણા ઘર ના એક ખૂણા ની એક દીવાલ પર એને ક્યારેક ઓછુ આવ્યું હોઈ તો લખીને મન હળવું કરી દેવાની આપણી ખાનદાની પરંપરા છે એનું ઉલ્લઘન ના થવા દેતો એવું કેમ નહિ કેહતા હોઈ?????
આ સમય માં રોજ ક્યારા માં કુમણ નાનું પાંદડું ઉગતું જોઉં છું', જે મોગરાની વેલ પર વર્ષો થી (માવજત કરવા છતાં) ફૂલો નહોતા આવતા ને એ મોગરા ને ખીલતા જોયા, આકાશ માં તારા ઓ દેખાય છે અને આવું ઘણું બધું ઘણા વર્ષો પછી થર્યું હશે, ત્યારે એકજ વિચાર આવે છે, જો વાતાવરણ માં પ્રદુષણ ના અભાવ ને લીધે અબોલ છતા જીવ વાળી વસ્તુ ઓ ખીલી શકે છે, તો આપણે તો જીવતા ને બોલકા બંનેય, આપણા મન ની ભ્રમણાઓને અનલોક કરીને, બોલીને, લખીને, કહી દઈને , આપનું મન, હૃદય, આપણા ભવિષ્ય ની ચિંતા કર્યા વગર આજ માજ રહીને આપણી જ વ્યક્તિઓ સાથે ખરા અર્થ માં (આપણે માણસો બી મજા ના છીએ, આંપણ ને કઈ વાંધો છેજ નહિ એટલે આપણે તો નિરાંત આવું કહીને મન ને માનવતા તો ખુબ આવડે છે અને એટલે આપણી જતું કરવાની અથવા આપણી લાગણી ઓને વાચા આપવાની જરૂર લાગતી નથી) પણ જો હૃદય ને હિસાબ આપવા નું કહીએ તો જાણે એક એક એક પાનને ઉધઈ થઇ હોઈ એટલી હદે હૃદય ખોખલું થઇ ગયું હોઈ...

મને મજા થી લાગણીઓ ને અન્લોક કરતા આવડતી હતી અને હવે એક "પાવર ઓફ NOW" ની ફિલસુફી થી આ lockdown માં બિનજરૂરી વસ્તુઓની જેમ બિનજરૂરી લાગણીઓ અને વ્યક્તિઓ સાથે ને અણબનાવ ને અનલોક કરતા આવડી ગઈ છે અને એટલે આટલા દિવસ માં એક પણ વાર બોર નથી થઈ...

જો તમારું હૃદય આવા કોઈ પ્તરસંગોપાત હેરાન થતું હોય તો તમે બી પ્રયત્ન કરી જુઓં "લાગણીઓ નું અનલોક"

ખુબ મજા પડશે અને એ વ્યક્તિ સાથે મૌજ માં lockdown પણ નીકળી જશે....

Comments

  1. This is die to black of postivity

    ReplyDelete
    Replies
    1. જ્યાં જ્યાં બે વ્યક્તિ મળે છે ત્યાં ત્યાં અપેક્ષા ઓ , આશા ઓ, અનાયાસે જ જન્મ લઈ જ લેતી હોય છે..આપણે જીવવા કરતા આપણા વિચારો ને વધારે મહત્વ આપી દેતા હોઈએ છીએ
      .મન ના એક ખુણા માં કેટલીય ફરિયાદો નો સંગ્રહ કરી રાખીયે છીયે એટલે જીવવાનું છૂટી જાય છે અને આપણી જ આંખ સામે આપણે આપણું પોતાનું જીવન ફક્ત પસાર કરતા થઈ જઈએ છીએ અને માણવાનું ચુકી જઇયે છીએ..બસ એ ફરિયાદો ત્યજી ને સંતોષ નામ નું ઘરેણું પહેરી લેવા માં આવે તો આપણું જ જીવન આપણા હાથો ની લકીર બની જતા વાર નથી લાગતી

      Delete
    2. જ્યાં જ્યાં બે વ્યક્તિ મળે છે ત્યાં ત્યાં અપેક્ષા ઓ , આશા ઓ, અનાયાસે જ જન્મ લઈ જ લેતી હોય છે..આપણે જીવવા કરતા આપણા વિચારો ને વધારે મહત્વ આપી દેતા હોઈએ છીએ
      .મન ના એક ખુણા માં કેટલીય ફરિયાદો નો સંગ્રહ કરી રાખીયે છીયે એટલે જીવવાનું છૂટી જાય છે અને આપણી જ આંખ સામે આપણે આપણું પોતાનું જીવન ફક્ત પસાર કરતા થઈ જઈએ છીએ અને માણવાનું ચુકી જઇયે છીએ..બસ એ ફરિયાદો ત્યજી ને સંતોષ નામ નું ઘરેણું પહેરી લેવા માં આવે તો આપણું જ જીવન આપણા હાથો ની લકીર બની જતા વાર નથી લાગતી

      Delete
  2. બીજુ કે આપણી પાસે જેને આપણે આપણા માનીએ છીએ એમને પણ સમજવાની તાકાત હોતી નથી...આપણી સમજ માં જો એ ફિટ બેસે તો જ એ આપણા નહીં તો પારકા...
    આપણો બધો સ્વાર્થ સધાવો જોઈએ બીજા નું જે થવું હોય એ થાય....બસ આપણી એ નાની માનસિકતા આપણને આપણા લોકો થી દુર કરી દેતી હોય છે..એવું ય નથી કે દરેક વખતે કોઈ એક વ્યક્તિ જ ખોટી હોય છે સમજવું બન્ને ને પડે છે..
    શુ આપણે આપણી વ્યક્તિ ની ઈચ્છા મુજબ થોડું ના વર્તિ શકીયે?.
    દરેક વ્યક્તિ ને એકબીજા પાસે થી થોડીક અપેક્ષા હોય જ છે એટલે દરેક જણ એકબીજા સાથે બંધાયેલો રહે છે..એટલે જ સમાજ નામ ના એક સમુદાય ની સ્થાપના થઇ છે...આપણી બધા ની એકબીજા માટે કંઈક જવાબદારી બનતી હોય છે અને પૂર્ણ કરવા ની આપણી નૈતિક ફરજ પણ હોય છે...ફરજ સાથે પ્રેમ અને સમર્પણ પણ આપોઆપ જન્મ લઈ જ લેતા હોય છે...
    ટુક માં ફક્ત આપણું જ વિચારવું એ સ્વાર્થ છે પણ બીજા નું પણ વિચારવું એ લાગણી છે સને જ્યાં લાગણી જેવા ભાવો ખૂબ ઊંડે થઈ એમનું કાર્ય કરતા હોય ત્યાં ઝગડા , કે તકરાર નું આયુષ્ય બહુ લાંબુ નથી હોતું

    ReplyDelete
  3. આપણે આપણી લાગણીઓ નું મૂલ્યાંકન સતત ને સતત કરતા રહીએ છીએ...જો અવલોકન કરતા થઈ જઈએ તો લાગણીઓ ની જીવાદોરી ધબકતી થઈ જાય..એ અધોગતિ તરફ ક્યારેય નહીં ધકેલાય ઉલટા નું એની ગતિ પારદર્શક રીતે આગળ જ વધતી રહશે જેની અસર એ બે વ્યક્તિ ના સબંધ ઉપર ખૂબ સકારાત્મક અસર પાડી દેતી હોય છે

    ReplyDelete
  4. દરેક વખતે આપણને આપણી અપેક્ષા મુજબ નું જીવન કે વ્યક્તિ નથી મળતી હોતી અને એનાથી વિપરીત પરિસ્થિતિ ઓ જન્મ લઈ લેતી હોય છે પણ વિપરીત પરિસ્થિતિ માં પણ જીવી લેવામાં જ મજા હોય છે અને જો સાનુકૂળ અવસ્થા ને અનુકૂળ બનાવી દઈએ તો કોઈ સવાલ જ ઉપસ્થિત નથી થતો હોતો

    ReplyDelete
  5. True.. ��������������

    ReplyDelete

Post a Comment